VIDEO: રાહુલ ગાંધીની જાહેરાત, સુપ્રીમ કોર્ટ સુધી કૂચ
સોર્સ : gstv
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે ઇન્ડિયા ગઠબંધન ફરી રસ્તા પર ઉતરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે સાંજે જાહેરાત કરી કે સોમવાર, 12 ઓક્ટોબરે ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે. રાહુલ ગાંધીએ હાથમાં બંધારણ લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં તેમણે શનિવારે સીજેપીના પ્રસ્તાવિત પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે શાંતિપૂર્ણ વિરોધ કરવા ઉતરેલા યુવાનોને પોલીસ અને ભાજપના લોકોએ માર માર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આવું ભારત ઇચ્છતા નથી અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગને લઈને વિરોધ ચાલુ રાખશે.

