Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul Gandhi attacks Modi government over LPG crisis

'દેશમાં COVID જેવી શૂન્ય સ્થિતિ, મજૂરો તૂટી રહ્યા છે' ; LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
'દેશમાં COVID જેવી શૂન્ય સ્થિતિ, મજૂરો તૂટી રહ્યા છે' ; LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
સોર્સ : GSTV

દેશમાં અત્યારે LPG સિલિન્ડરની ભારે અછત સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રસોઈ ગેસ ન મળવાને કારણે વિરોધ પક્ષો સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ પીએમ મોદીના 'કોવિડ જેવી વ્યૂહનીતિ'વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીએ ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.'

App Store

અહંકાર નીતિ બને ત્યારે દેશ દાયકાઓ પાછળ જાય છે: રાહુલ ગાંધી 

ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષથી દેશમાં LPGની અછત

નોંધનીય છે કે ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દેશના અનેક ભાગોમાં એલપીજીની ભારે અછત જોવા મળી રહી છે. સિલિન્ડર ન મળવાને કારણે અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે હાઈવે પરના ઢાબા અને નાના ભોજનાલયો ચલાવતા લોકોની રોજીરોટી પર સંકટ આવ્યું છે. મોંઘવારી અને ઉદ્યોગો ઠપ થતા પરપ્રાંતીય મજૂરોનું પલાયન સરકાર માટે ચિંતાનો વિષય બન્યું છે.