Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Modi ji can fool the illiterate people of Gujarat, but not those of Kerala' : kharge

VIDEO: 'મોદીજી ગુજરાતમાં અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં', ખડગેનું વિવાદાસ્પદ નિવેદન

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આજે(5 એપ્રિલ) કેરલમમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં...'

App Store

મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન (કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. કેરળના લોકો માત્ર કેરળમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે."