નેશનલ હેરાલ્ડ કેસને લઈ રાહુલ અને સોનિયા ગાંધીની વધી મુશ્કેલી, જાણો શું થયું
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ ગુનાહિત ષડયંત્રના આરોપ હેઠળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય લોકો સામે નવી FIR નોંધી છે. આ FIRમાં છ અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
ક્યારે નોંધાઈ FIR?
આ FIR એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. EDએ તેની તપાસનો રિપોર્ટ દિલ્હી પોલીસ સાથે શેર કર્યો હતો અને PMLA કાયદાની કલમ 66(2) હેઠળ, ED અન્ય કોઈ એજન્સીને ગુનો નોંધવા માટે કહી શકે છે.
શું છે મુખ્ય આરોપ?
FIR મુજબ, મુખ્ય આરોપ એ છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ)ને છેતરપિંડીથી પોતાના કબજામાં લેવા માટે એક ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપ છે કે, કોલકાતાની એક કથિત શેલ કંપની 'ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રા. લિ.'એ 'યંગ ઇન્ડિયન'ને ₹1 કરોડ આપ્યા હતા. આ લેવડ-દેવડની મદદથી 'યંગ ઇન્ડિયન' એ કોંગ્રેસ પાર્ટીને માત્ર ₹50 લાખ ચૂકવીને લગભગ ₹2,000 કરોડની સંપત્તિ ધરાવતી AJL પર નિયંત્રણ મેળવી લીધું હતું.
કોણ-કોણ છે આરોપી?
આ નવી FIR માં આરોપી તરીકે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા (ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ) અને અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ), યંગ ઇન્ડિયન (Young Indian), અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રા. લિ. (Dotex Merchandise Pvt Ltd)ને પણ આરોપી બનાવાઈ છે. આ નવી FIR દાખલ થવાથી ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી માટે કાયદાકીય પડકારો વધુ ગંભીર બન્યા છે.






