જાલંધરમાં કૌમી ઇન્સાફ મોરચાનું પંજાબ બંધ
સોર્સ : gstv
સિખ બંદીઓની મુક્તિની માંગણી સાથે કૌમી ઇન્સાફ મોરચા દ્વારા પંજાબમાં રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેની જાલંધર જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી હતી. વિવિધ સિખ સંગઠનો અને સમર્થકોએ રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ઘણી જગ્યાએ વેપારી મથકો બંધ રહ્યા હતા.લાંબા સમયથી જેલોમાં બંધ સિખ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જાલંધરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંધના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી.

