Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : AAP leader Lucky Oberoi shot dead in Jalandhar, attack took place outside Gurudwara

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારા બહાર થયો હતો હુમલો

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારા બહાર થયો હતો હુમલો
સોર્સ : gstv

પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા લકી ઓબેરોયની શુક્રવારે સવારે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા એક ગુરુદ્વારા બહાર થયેલા હુમલામાં અજાણ્યા હુમલાખોરોએ ઓબેરોય પર તાબડતોબ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ઓબેરોયને તાત્કાલિક ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

App Store

મળતી માહિતી મુજબ, લકી ઓબેરોય પોતાની થાર કારમાં ગુરુદ્વારે આવ્યા હતા અને વાહન પાર્ક કરી રહ્યા હતા ત્યારે બે બાઈકસવાર હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. AAP જાલંધર કૅન્ટના ઇન્ચાર્જ રાજવિંદર થિયારાએ જણાવ્યું હતું કે ઓબેરોય દરરોજ ગુરુદ્વારા જતા હોવાથી હુમલાખોરોને તેમની રૂટિનની સંપૂર્ણ જાણકારી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ આશરે 16 જેટલી ગોળીઓ ચલાવી હતી, જેમાંથી પાંચ ગોળીઓ લકી ઓબેરોયને લાગી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ તેમજ હુમલાના કારણો જાણવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.