VIDEO: રાજ્ય-નિયંત્રિત મંદિરોના પૂજારીઓ માટે યોગ્ય પગારની માંગને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ દાખલ
સોર્સ : GSTV
રાજ્ય-નિયંત્રિત મંદિરોમાં પૂજારીઓ, સેવાદારો અને કર્મચારીઓને યોગ્ય વેતન અને લાભો આપવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને ન્યાયિક કમિશન અથવા નિષ્ણાત સમિતિની રચના કરવા સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે પૂજારીઓને વેતન સંહિતા-2019 હેઠળ કર્મચારી માનવામાં આવે અને તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે. અરજીમાં કહેવાયું છે કે રાજ્ય જ્યારે મંદિરોનું વહીવટી અને આર્થિક નિયંત્રણ સંભાળે છે ત્યારે પૂજારીઓના અધિકારોનું રક્ષણ થવું જોઈએ. અરજદારે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓની સ્થિતિનો ઉલ્લેખ કરીને આ મુદ્દો ઉઠાવ્યો છે.

