VIDEO: મુંબઈમાં પોલીસ મંજૂરી વગર વિરોધ કૂચ યોજવી ભારે પડી: રાજ અને ઉદ્ધવ ઠાકરે સામે FIR દાખલ
સોર્સ : gstv
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ જૂથની શિવસેના પાર્ટી દ્વારા મુંબઈમાં યોજાયેલા સંયુક્ત મોરચાના આયોજકો વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે. આ કાર્યવાહી ફરજિયાત પોલીસ પરવાનગી વગર વિરોધ કૂચ કાઢવા અને પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘન બદલ કરવામાં આવી છે....મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા સામે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ બીએમસી મુખ્યાલય તરફ આ કૂચ યોજાઈ હતી. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ દેશભરમાંથી મતદારોના નામ કમી કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા તથા બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ દોહરાવી હતી.

