VIDEO: દિલ્હીના આકાશવાણી ભવનમાં વિરોધ પ્રદર્શન: કોંગ્રેસ નેતાઓ રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
દિલ્હીમાં મત ચોરીના આક્ષેપો સાથે ચૂંટણી પંચ તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના વિપક્ષી સાંસદો વિરુદ્ધ આકાશવાણીના કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આકાશવાણી ભવનના પરિસરમાં બળજબરીથી ઘૂસીને આઠ કલાકથી વધુ સમય સુધી ધરણાં કરવા બદલ આ ફરિયાદ કરવામાં આવી છે...સંસદથી ચૂંટણી પંચની ઓફિસ તરફ જતી કૂચ દરમિયાન પોલીસે બેરિકેડ્સ લગાવીને નેતાઓને રોક્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ એઆઈઆર પરિસરમાં પ્રવેશ્યા હતા, જ્યાંથી પોલીસે બાદમાં તેમને બળજબરીથી હટાવીને અટકાયતમાં લીધા હતા.

