VIDEO: ૯ હજાર કર્મચારીઓની છટણી સામે વિરોધ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ૧૦૮ અને ૧૦૨ એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ૯ હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે લાંબા સમયથી એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા સ્ટાફને અચાનક છૂટા કરવામાં આવતા તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. વિરોધ દરમિયાન કર્મચારીઓએ નોકરી પર પુનઃનિયુક્તિ સહિતની વિવિધ માંગણીઓ ઉઠાવી હતી. કર્મચારી રાહુલ વર્માએ પણ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. લખનઉમાં વિરોધને પગલે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ કર્મચારીઓ એકત્ર થયા હતા અને તેમની માંગણીઓનો ઉકેલ લાવવા અપીલ કરી હતી.

