Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Prime Minister Narendra Modi reached BJP headquarters in Delhi wearing Bengali dhoti-kurta

VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળી ધોતી-કુરતો પહેરીને દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળી ધોતી-કુરતો પહેરીને દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં બંગાળ, આસામ અને પુડુચેરીની ચૂંટણીમાં પાર્ટીની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. તેમના આગમન પર ભાજપના કાર્યકરોએ '4 મઈ, મમતા ગઈ'ના નારા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ ભાજપનું બંગાળ કેમ્પેઈન સોંગ 'પોરિબર્તનો દરકાર, ચાઈ બીજેપી સરકાર' વાગી રહ્યું હતું. બંગાળમાં દાયકાઓ સુધી સંઘર્ષ કર્યા બાદ ભાજપ આજે ઈતિહાસ રચી રહ્યું છે. બંગાળ માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ ભાજપ માટે અત્યંત મહત્વનું છે. આ ભાજપ (જનસંઘ)ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ છે. આ વર્ષે ભાજપ તેમની 125મી જન્મજયંતિ મનાવી રહ્યું છે, ત્યારે અહીંની જીત પાર્ટી માટે 'વૈચારિક ઘરવાપસી' સમાન છે. 

App Store