VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસને લઈને જોરશોરથી તૈયારીઓ
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન ૨૮ અને ૨૯ એપ્રિલના રોજ તેમના સંસદીય મતવિસ્તારની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અંદાજે રૂ. ૬,૩૦૦ કરોડ થી વધુના ૧૬૦ થી વધુ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે. આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ નારી શક્તિ વંદન સંમેલન રહેશે, જેમાં ૫૦,૦૦૦ થી વધુ મહિલાઓ ભાગ લેશે. આ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે મહિલા પોલીસ કર્મીઓ સંભાળશે. આ ઉપરાંત, પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી પણ બતાવશે.

