VIDEO : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દરિયા નીચે 21 કિમી લાંબી ટનલ નિર્માણની તૈયારીઓ
સોર્સ : GSTV
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના વિક્રોલી ખાતે ટનલ બોરિંગ મશીન TBM એસેમ્બલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ મહત્વપૂર્ણ તબક્કાના વિઝ્યુઅલ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ મશીનનો ઉપયોગ સમુદ્રની નીચે બનનારી ભારતની પ્રથમ 21 કિલોમીટર લાંબી ટનલના નિર્માણ માટે કરવામાં આવશે.
વિક્રોલીમાં તૈયાર કરવામાં આવેલો આ શાફ્ટ અત્યંત ઊંડો છે, જ્યાં મશીનના વિશાળ ભાગોને જોડીને ખોદકામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દેશની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતામાં મોટો વધારો કરશે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ TBM સુરક્ષિત અને ઝડપી ટનલિંગ સુનિશ્ચિત કરશે.

