Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Power sharing with 50-50 formula in Bihar

VIDEO: બિહારમાં 50-50ની ફોર્મ્યુલા સાથે સત્તાની વહેંચણી અને સમ્રાટ કેબિનેટના વિસ્તરણની તૈયારીઓ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારમાં ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા સાથે સત્તાની વહેંચણી અને સમ્રાટ કેબિનેટના વિસ્તરણની તૈયારીઓ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શરૂ કરી દેવામાં આવી છે. ૭ મેના રોજ યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ સૈયદ અતા હસનૈન નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ માટે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દિલ્હીમાં અમિત શાહ અને ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, તેમજ એનડીએના સાથી પક્ષો જેડીયુના લલન સિંહ, જીતન રામ માંઝી અને ચિરાગ પાસવાન સાથે પણ પરામર્શ કર્યો હતો. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. જોકે મંત્રીઓની અંતિમ યાદી અંગે હજુ સસ્પેન્સ અકબંધ છે, અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ જાયસવાલે આ નિર્ણયને મુખ્યમંત્રીનો વિશેષાધિકાર ગણાવ્યો છે. વહીવટીતંત્રે મેદાનમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેનાથી બિહારના રાજકીય ગલિયારાઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

App Store