VIDEO: ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંકમાં આગ, હૈદરાબાદમાં ઇમરજન્સી લેન્ડિંગ
સોર્સ : gstv
દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં રવિવારે હવામાં જ અફરાતફરી સર્જાઈ હતી. ફ્લાઇટ નંબર 6E 6115માં એક મુસાફરના હેન્ડબેગમાં રાખેલા પાવર બેંકમાં અચાનક આગ લાગતાં કેબિનમાં ધુમાડો ફેલાયો હતો. ઘટનાને પગલે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. કેબિન ક્રૂએ તાત્કાલિક અગ્નિશામક સાધનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરી વિમાનને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળ્યું હતું, જ્યાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

