VIDEO: અમૃતસરમાં ચરણજીત ચન્ની વિરુદ્ધ પોસ્ટર
સોર્સ : gstv
પંજાબના અમૃતસર શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ સાંસદ ચરણજીત સિંહ ચન્ની વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટરો સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરના કંપની બાગ સહિત વિવિધ મુખ્ય વિસ્તારોમાં લગાવાયેલા આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીને અપીલ કરીને ચન્નીને કૉંગ્રેસમાંથી બહાર કરવાનો નિકાલ માંગવામાં આવ્યો છે. પોસ્ટરો પર ચન્ની ભાજપ તરફ ઝૂકી રહ્યા હોવાના ગંભીર આરોપો લગાવતા સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. આ ઘટનાથી પંજાબ કૉંગ્રેસમાં ચાલતી આંતરિક જૂથબંધી ફરી એકવાર સપાટી પર આવી ગઈ છે. સ્થાનિક લોકો અને રાહદારીઓમાં આ પોસ્ટરો ચર્ચાનો વિષય બન્યા છે, જ્યારે બીજી તરફ હજુ સુધી આ પોસ્ટરો કોણે લગાવ્યા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

