Video: દિલ્હી-NCRમાં પ્રદૂષણનું જોખમ વધ્યું: તાપમાન ઘટતાં હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં પહોંચી

શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ઝડપથી બગડી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી ગયું છે, જ્યારે અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ના આંકડાને વટાવી ગયો છે. ગાઝિયાબાદના લોની વિસ્તારમાં AQI 309 નોંધાયો છે, જેને ખૂબ જ ખરાબ શ્રેણીમાં ગણવામાં આવે છે...નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં પણ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે. આ ગંભીર સ્થિતિને નિયંત્રિત કરવા માટે CAQM દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. પડોશી રાજ્યોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ અને પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિઓને કારણે આગામી દિવસોમાં નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.




