મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ઇન્ડિયા ગેટ ખાતે પ્રદૂષિત સવાર

સોર્સ: gstv

દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળતાં સવારના સમયે ઇન્ડિયા ગેટ વિસ્તારમાં પ્રદૂષણ અને ઝાંખપની જાડી ચાદર છવાયેલી જોવા મળી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) નબળી અને અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી જતાં ઇન્ડિયા ગેટ જેવા મુખ્ય પ્રવાસન સ્થળે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સવારના સમયે વૉકિંગ અને જોગિંગ માટે નીકળતા નાગરિકો તેમજ પ્રવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધતા પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા વોટર સ્પ્રિન્કલર વડે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

આ સમાચાર શેર કરો