VIDEO: વંદે માતરમનને લઈને રાજકીય ગરમાવો યથાવત: અમિત શાહે કોંગ્રેસના નિર્ણયને દેશવિરોધી ગણાવ્યો
સોર્સ : gstv
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના તમામ કાર્યક્રમોમાં વંદે માતરમના ૬ પેરામાંથી માત્ર શરૂઆતના બે જ પેરા ગાવાના નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું કે કોંગ્રેસે ૧૯૩૭માં રાષ્ટ્રગીતના ટુકડા કરીને તુષ્ટિકરણ કર્યું હતું, જેણે દેશના વિભાજનના બીજ વાવ્યા હતા અને પીએમ મોદીએ આ ભૂલ સુધારી છે.પરંતુ કોંગ્રેસ ફરી વોટ બેંકની તુષ્ટીકરણની નીતિની પુષ્ટી કરતું હોવાનું અમિત શાહે કહ્યું હતું..

