VIDEO: તેજસ્વી યાદવના નેતૃત્વમાં RJDના રાજભવન માર્ચ પર પોલીસનો વોટર કેનનનો ઉપયોગ
સોર્સ : gstv
બિહારની રાજધાની પટનામાં RJD નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ રાજભવન તરફ વિરોધ માર્ચ કાઢી હતી. આ પ્રદર્શન બિહારમાં પેપર લીક, બેરોજગારી તેમજ છાત્રો અને યુવાનોની વિવિધ સમસ્યાઓ જેવા મહત્વના મુદ્દાઓને લઈને કરવામાં આવ્યું હતું. માર્ચ દરમિયાન આગળ વધી રહેલા પ્રદર્શનકારીઓને કંટ્રોલ કરવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા તેજસ્વી યાદવે જણાવ્યું કે, આ બધું સમ્રાટ ચૌધરીના આદેશ પર કરવામાં આવ્યું છે, પરંતુ આવી કાર્યવાહીથી કોઈ ફરક પડવાનો નથી. તેમણે ઉમેર્યું કે હવે જનતા જાગી ચૂકી છે અને રસ્તા પર ઉતરી આવી છે, જેથી સરકારને આખરે નમવું જ પડશે.

