VIDEO: પટનામાં RJD ના રાજભવન માર્ચ દરમિયાન પોલીસનો વોટર કેનનનો મારો, RJD કાર્યકરો કરવા લાગ્યા ડાન્સ
બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા આયોજિત રાજભવન માર્ચ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નો, પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રાજભવન તરફ કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે બેરિકેડિંગ કર્યું હતું અને ભીડને વિખેરવા માટે વોટર કેનન (પાણીનો મારો) ચલાવ્યો હતો. સ્થિતિ તંગ બનતાં પોલીસે બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજભવન તરફ આગળ વધી રહેલા RJD કાર્યકરોને અટકાવવા માટે પોલીસે ભારે પાણીનો મારો ચલાવી સ્થિતિ નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસે તેજસ્વી યાદવ સહિતના ધારાસભ્યો અને નેતાઓની અટકાયત કરી પોલીસ વાનમાં લઈ લીધા હતા. અટકાયત બાદ તેજસ્વી યાદવે જણાવ્યું કે, સરકાર યુવાનો અને જનતાના અવાજથી ડરી ગઈ છે અને આંદોલન દબાવવા માટે પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે, પરંતુ તેમની લડાઈ ચાલુ રહેશે.

