VIDEO: પટનામાં પપ્પુ યાદવનો વિરોધ માર્ચ
સોર્સ : gstv
પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો અને પૂર્ણીયાના સાંસદ પપ્પુ યાદવે વિવિધ વિદ્યાર્થીલક્ષી માંગણીઓને લઈને બિહારના મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરી હતી.પેપર લીક, બેરોજગારી અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અંગે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ કૂચ મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધી રહી હતી ત્યારે પોલીસે તેમને ડાક બંગલા ચોકડી પર રોકી લીધા હતા.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરી આંદોલનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કેટલાક વિદ્યાર્થી આગેવાનોની અટકાયત કરી હતી.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

