VIDEO: પુરાવવા વિના પણ પોલીસ જાતીય સતામણી મામલામાં એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કરી શકે નહિ: અલ્હાબાદ હાઈકોર્ટ
સોર્સ : gstv
અલ્હાબાદ હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું કે પોલીસ માત્ર એટલા માટે જાતીય સતામણીની ફરિયાદ પર FIR નોંધવાનો ઇન્કાર ન કરી શકે કારણ કે ફરિયાદી વોટ્સએપ ચેટ કે કોલ રેકોર્ડિંગ જેવા નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે... ન્યાયાધીશ ચંદ્રધારી સિંહ અને ન્યાયાધીશ તરુણ સક્સેનાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોગ્નિઝેબલ ગુનાની માહિતી મળે ત્યારે કાનૂની તપાસનો બોજ મહિલા પર ન નાખી શકાય. કોર્ટે એમ્પ્લોયર સામેના આરોપોની FIR રદ કરવાની અરજી ફગાવી દીધી હતી અને ગાઝિયાબાદ પોલીસે FIR નોંધવાનો ઇન્કાર કેમ કર્યો તેની તપાસનો યુપી ડીજીપીને આદેશ આપ્યો છે.

