VIDEO: સંસદ સત્ર વચ્ચે પીએમ મોદીની ભાજપના નવા સાંસદો સાથે બેઠક, સંસદમાં હાજરી વધારવા માટે ખાસ સલાહ
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના નિવાસસ્થાને ભાજપના નવા ૩૭ સાંસદો સાથે નાસ્તા પર વિશેષ મુલાકાત લીધી હતી. સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ નવા સાંસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે તમામ સાંસદોએ સદનમાં વધુમાં વધુ સમય વિતાવવો જોઈએ અને સંસદીય કામકાજમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. આ ઉપરાંત તેમણે વિપક્ષ કે સત્તા પક્ષ એમ તમામ સાંસદો પાસેથી કંઈક નવું શીખવાની અને સૌએ સાથે મળીને સંયુક્ત રીતે કામ કરવાની મહત્વપૂર્ણ સલાહ પણ આપી હતી. આ બેઠકમાં નીતિન નવીન, સુષ્મીતા દેવ, રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ સહિતના અસંખ્ય સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

