Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Petition to the Collector by Sanatan Sant Samaj in Devbhoomi Dwarka district against the insulting of saints in Parliament

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સનાતન સંત સમાજ દ્વારા સંસદમાં સંતોના અપમાનના વિરોધમાં કલેક્ટરને આવેદન

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સનાતન સંત સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સંસદ પરિસરમાં સાધુ-સંતો અને સનાતન સંસ્કૃતિના કથિત અપમાનના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંતો અને આગેવાનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આવેદનમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપ સાથે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી અને એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. સંત સમાજે જણાવ્યું કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્ય અને દેશમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News