VIDEO: PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને મોડી રાત્રે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભારત રત્ન અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ નિમિત્તિ પીએમ મોદી મોડી રાત્રે તેમને મળવા ગયા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ તેમના ઘરે પહોંચ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. PM મોદીએ અડવાણીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ 'જો ભાજપ સત્તામાં નહીં આવે તો...', ભાજપના મુખ્યમંત્રી આ શું બોલી ગયા
પીએમ મોદીએ ગઈકાલે સવારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરતા એક્સ પર એક સંદેશમાં લખ્યું હતું, લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. આ વર્ષ વિશેષ છે કેમકે આપણા રાષ્ટ્ર માટેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે."
ભાજપના ભિષ્મપિતામહ ગણાતા લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના થયા છે. તેઓ સદીની નજીક પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.

