વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવાશે, 3500 કરોડનું પેકેજ મંજૂર; મણિપુરમાં PM મોદીની મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. આ દરમિયાન તે 71,850 કરોડ રૂપિયા કરતા વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.વડાપ્રધાન મોદી મણિપુર પહોંચ્યા હતા અને વિસ્થાપિત લોકો માટે મોટી જાહેરાત કરી હતી.
ભારત સરકાર તમારી સાથે-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિ પર કહ્યું, "હું તમને વચન આપુ છું કે, હું તમારી સાથે છું, ભારત સરકાર તમારી સાથે છે.' PM મોદીએ કહ્યું કે, મણિપુરમાં જીવનને ફરી પાટા પર લાવવા માટે સરકાર દરેક તમામ પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે બેઘર પરિવારો માટે 7 હજાર નવા ઘર બનાવવામાં આવશે. આ સિવાય 3500 કરોડ રૂપિયાનું પેકેજ સ્વીકારવામાં આવ્યું છે અને વિસ્થાપિતોની મદદ માટે 500 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.
રોડ માર્ગે ચુરાચંદપુર પહોંચ્યા PM મોદી
પ્રધાનમંત્રી મોદી હવે ખરાબ હવામાનને કારણે સીધા ઇમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા. ચુરાચંદપુરાની ટ્રીપ પૂરી કરી પરત ઈમ્ફાલ આવીને કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમમાં વિલંબ થવાની સંભાવના છે. આ ઉપરાંત મણિપુર અને આસામમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થવાનું છે. પ્રધાનમંત્રી ગુવાહાટીમાં ભૂપેન હજારિકાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવણી અને કોલકાતામાં જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ-૨૦૨૫નું પણ ઉદ્ઘાટન કરશે.
PM મોદીનો કોંગ્રેસે કર્યો વિરોધ
વડાપ્રધાન મોદીના કાર્યક્રમ વચ્ચે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ પાસે કાંગલા કિલ્લાથી થોડા દૂર કોંગ્રેસ ભવન બહાર કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિને જોતા પોલીસે કોંગ્રેસ ઓફિસની અંદર પ્રદર્શનકારીઓને રોકી દીધા હતા.

