Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi lands at Imphal airport due to bad weather

ખરાબ હવામાનને કારણે PM Modi મણિપુર - ઈમ્ફાલ એરપોર્ટ ઉતર્યા, રોડ માર્ગે ચુરાચંદપુર પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ખરાબ હવામાનને કારણે PM Modi મણિપુર - ઈમ્ફાલ એરપોર્ટ ઉતર્યા, રોડ માર્ગે ચુરાચંદપુર પહોંચ્યા
સોર્સ : google

પ્રધાનમંત્રી મોદી હવે ખરાબ હવામાનને કારણે સીધા ઇમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા. ચુરાચંદપુરાની ટ્રીપ પૂરી કરી પરત ઈમ્ફાલ આવીને કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમમાં વિલંબ થવાની સંભાવના છે.  આ ઉપરાંત મણિપુર અને આસામમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થવાનું છે. પ્રધાનમંત્રી ગુવાહાટીમાં ભૂપેન હજારિકાની ૧૦૦મી જન્મજયંતિ ઉજવણી અને કોલકાતામાં જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ-૨૦૨૫નું પણ ઉદ્ઘાટન કરશે.

App Store

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુરના ઇમ્ફાલમાં 1,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં  સિવિલ સચિવાલય, આઇટી સેઝ બિલ્ડીંગ, નવું પોલીસ મુખ્યાલય, દિલ્હી અને કોલકાતામાં મણિપુર ભવન અને ચાર જિલ્લાઓમાં મહિલાઓ માટે અનોખું ઇમા માર્કેટ શામેલ છે. હાલમાં શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

ટોપિક્સ:PM ModiimphalImphal airport