'RJDએ કોંગ્રેસના કાન પર કટ્ટો રાખી CM ચહેરો જાહેર કરાવ્યો',PM મોદીના મહાગઠબંધન પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત બિહાર માટે NDAએ એક ઇમાનદાર અને દૂરદર્શી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. અમારી તમામ યોજનાઓ અને નીતિઓ બિહારના ઝડપી વિકાસ માટે સમર્પિત છે. એક તરફ NDAનો ઇમાનદાર મેનિફેસ્ટો છે બીજી તરફ 'જંગલ રાજ' ગઠબંધને પોતાના મેનિફેસ્ટોને વિશ્વાસઘાત અને જૂઠનો દસ્તાવેજ બનાવી દીધો છે. હું 'જંગલ રાજ'ને કહેવા માંગુ છું- આ ભગવાન જેવા લોકો બેવકૂફ નથી, આ જનતા છે; આ બધુ જાણે છે.
RJDએ કોંગ્રેસના કાન પર કટ્ટો રાખી CM ચહેરો જાહેર કરાવડાવ્યો-PM મોદી
PM મોદીએ RJD પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના કાન પર કટ્ટો રાખીને RJDએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાવડાવ્યો હતો. તેજસ્વી પર કોંગ્રેસ સહમત નહતું. મેનિફેસ્ટોમાં પણ કોંગ્રેસનું સાંભળવામાં ના આવ્યું. ચૂંટણી પહેલા જ આવી સ્થિતિ છે તો ચૂંટણી પછી માથાકૂટ કરશે. સુશાસન NDA જ આપી શકે છે અને આપી રહ્યું છે.
બિહારના યુવા બિહારમાં જ કામ કરશે-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારો સંકલ્પ છે કે બિહારના યુવા બિહારમાં જ કામ કરશે અને બિહારનું નામ રોશન કરશે, તેના માટે અમે આગામી દિવસોમાં 1 કરોડ રોજગારનું વચન આપ્યું છે. આ માત્ર એક જાહેરાત નથી અમે તેને સાચી સાબિત કરવા માટે એક યોગ્ય પ્લાન રજૂ કર્યો છે.
PM કિસાન સમ્માન નિધિમાં 3 હજારનો વધારો થશે-PM મોદી
આરામાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'ગત વર્ષોમાં બિહારમાં કૃષિ નિકાસ ઘણો મોટો છે. હવે અમે બિહારમાં ફૂડ પાર્કના નેટવર્કનો વિસ્તાર કરવાના છીએ. અમારી સરકાર નાના ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિના 6000 રૂપિયા આપે છે. હવે નવી NDA સરકાર તેમાં 3000 રૂપિયાનો વધારો કરવાની છે. બિહારમાં પશુપાલકોની આવક વધારવા માટે 'બિહાર દુગ્ધ મિશન'ની જાહેરાત કરવામાં આવી છે.

