VIDEO: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
સોર્સ : gstv
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાએ પદ પરથી રાજીનામું ન આપવાની જાહેરાત કર્યા બાદ, તેમના દાયકા લાંબા કાર્યકાળને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એડવોકેટ યોગમાયા એમજી દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે....અરજીમાં એપ્રિલ ૨૦૨૫ના તે ગેઝેટ નોટિફિકેશનને પણ પડકારવામાં આવ્યું છે, જેના દ્વારા તેમનો કાર્યકાળ ૨૦૩૦ સુધી લંબાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અરજદારે દલીલ કરી છે કે નિયમ ૧૨(૨) હેઠળ બે વર્ષનો કાર્યકાળ અથવા સભ્યપદ પૂરું થવાની મર્યાદા છે, પરંતુ વારંવારની ચૂંટણીઓથી આ પદ એક જ વ્યક્તિ પાસે લાંબા સમયથી છે. કોર્ટમાં આ મામલે ચેરમેનને દૂર કરવા અને નવી ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે.

