VIDEO: પવન ખેડાને ગુવાહાટી હાઈકોર્ટ તરફથી રાહત નહીં મળે, કોર્ટે જામીન અરજી ફગાવી
સોર્સ : GSTV
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાના પત્ની પાસે અનેક પાસપોર્ટ હોવાના આક્ષેપ મામલે કોંગ્રેસ નેતા પવન ખેડાને ગુવાહાટી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને અગાઉ ટ્રાન્ઝિટ બેલ આપવાનો પણ ઇનકાર કર્યો હતો. ખેડાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ કાર્યવાહી રાજકીય બદલાની ભાવનાથી પ્રેરાઈને કરવામાં આવી છે અને ખેડા દેશ છોડીને ભાગી જાય તેવો કોઈ ભય નથી, તેથી તેમની ધરપકડની જરૂર નથી. પવન ખેડાએ આસામની નીચલી અદાલતમાં નિયમિત જામીન મેળવવા માટે સમયની માંગણી કરી હતી, પરંતુ ન્યાયમૂર્તિ પાર્થિવ જ્યોતિ સૈકિયાની ખંડપીઠે બંને પક્ષોને સાંભળ્યા બાદ તેમની અરજી નામંજૂર કરી દીધી છે, જેના કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

