VIDEO: તેલંગાણામાં ખેરતાબાદ બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો
તેલંગાણામાં ટૂંક સમયમાં જ એક વધુ ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ખેરતાબાદના ધારાસભ્ય દાનમ નાગેન્દ્રને ગેરલાયક ઠેરવ્યા છે. આ સાથે જ હાઈકોર્ટે તેલંગાણા વિધાનસભા સ્પીકર ગદ્દામ પ્રસાદ કુમારના એ આદેશને પણ રદ કરી દીધો છે, જેમાં ધારાસભ્યની ગેરલાયકાતની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. ચીફ જસ્ટિસ અપારેશ કુમાર સિંહ અને જસ્ટિસ જી.એમ. મોહિયુદ્દીનની ખંડપીઠે જણાવ્યું કે, BRS તરફથી ધારાસભ્ય ચૂંટાયા બાદ ૨૦૨૪માં સિકંદરાબાદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા બદલ ૨૩ એપ્રિલ ૨૦૨૪થી દાનમ નાગેન્દ્રને ગેરલાયક ઠેરવવામાં આવે છે અને આ સીટ ખાલી જાહેર કરવામાં આવે છે. કોર્ટે અપીલ કરવા માટે આ આદેશ પર સ્ટે મૂકવાની નાગેન્દ્રના વકીલની વિનંતી પણ ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ આદેશની નકલ વિધાનસભા સચિવ, સ્પીકર અને ચૂંટણી પંચને મોકલવા પણ નિર્દેશ આપ્યો છે.

