Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Passenger bus catches fire in Madhya Pradesh's Ujjain, no casualties

VIDEO: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પેસેન્જર બસમાં આગ લાગવાનો બનાવ બન્યો, કોઈ જાનહાનિ નહિ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉજ્જૈનના રામવાસ વિસ્તારમાં ઈન્દોર રોડ પર એક પેસેન્જર બસમાં અચાનક આગ લાગી હતી. નિમનવાસા નજીક ટોલ ટેક્સ પાસે બસના ટાયર ફાટ્યા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આગ ઝડપથી ફેલાતા સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટાયર બ્લાસ્ટ થતાં જ બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી નજીકના પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. 

App Store