VIDEO: ‘હું મધ્યપ્રદેશના CM પદેથી રાજીનામું આપું છું’ CJPના વડા દીપકેએ પોસ્ટ કરી મચાવ્યો ખળભળાટ
મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ CJP ના સ્થાપક અભિજિત દીપકેએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું છે. તેમણે આરોગ્ય, શિક્ષણ, વીજળી અને અનુસૂચિત જનજાતિ સામેના અપરાધો જેવા મુદ્દા ઉઠાવીને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. દીપકેની આ પોસ્ટ બાલાઘાટ પ્રવાસના એક દિવસ બાદ આવી છે, જ્યાં તેમણે 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તે સમયે કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે તેમની કાર પાસે પહોંચીને વિરોધ કર્યો હતો અને તીખા સવાલો પૂછ્યા હતા. દીપકેએ X પર જે પત્ર શેર કર્યો તેમાં સરકારી પ્રતિક, મુખ્યમંત્રી કાર્યાલયનું સરનામું અને બોગસ હસ્તાક્ષર પણ હતા. મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધિત આ પત્રમાં તેમણે લખ્યું કે, 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ તેમની અંતરાત્મા આ પદ પર બની રહેવાની પરવાનગી આપતી નથી.

