Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pakistan's new lie, without evidence, said we shot down 8 fighter jets including 4 Indian Rafales

પાકિસ્તાનનું નવું જુઠ્ઠાણું, પુરાવા વગર કહ્યું અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનનું નવું જુઠ્ઠાણું, પુરાવા વગર કહ્યું અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા
સોર્સ : gstv

પાકિસ્તાન ઓપરેશન સિંદૂરને લઈને પુરાવા વગરનો ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાન એરફોર્સે (PAF) દાવો કર્યો છે કે, ગત વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતના 8 લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

App Store

પાકિસ્તાની માર્શલનો ફેક દાવો

પાકિસ્તાની વાયુસેનાના એર વાઈસ માર્શલ તારિક ગાઝીએ ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આ દાવો કર્યો છે. જોકે નિવેદનબાજી સિવાય તેમણે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ગાઝીએ આ દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે આ અથડામણો દરમિયાન પાકિસ્તાનનું એક પણ વિમાન નષ્ટ થયું નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય વિવાદ

ગયા વર્ષે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ સૈન્ય સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષ 22 એપ્રિલ- 2025એ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે શરૂ થયો હતો. આ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.

ભારતે આતંકી હુમલાનો આપ્યો જોરદાર જવાબ

ભારતે આ હુમલાના ગુનેગારોને પાઠ ભણાવવા માટે 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત સરહડ પાર હુમલા કર્યા હતા જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો કરવામાં આવ્યો છે. 

પાકિસ્તાનનું ઓપરેશન નિષ્ફળ

ત્યારબાદ પાકિસ્તાને ઓપરેશન બુનિયાન-ઉન-મરુસ નામથી વળતી કાર્યવાહી કરી હતી, જોકે તે સફળ થયું ન હતું. બંને દેશો વચ્ચે ભીષણ હવાઈ સંઘર્ષ થયો જેમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ લડાઈમાં લડાકુ વિમાનોએ પણ ભાગ લીધો હતો. 10 મે ના રોજ બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો.

પાકિસ્તાની એર વાઈસ માર્શલનો દાવો

પાકિસ્તાનના એર વાઈસ માર્શલ તારિક ગાઝીએ ચાર દિવસના યુદ્ધ વિશે માહિતી આપતા કહ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતના 8 લડાકુ વિમાનો તોડી પાડ્યા હતા, જેમાં 4 રાફેલ ફાઈટર જેટ, એક સુખોઈ-30, એક મિગ-29, એક મિરાજ 2000 જેટની સાથે એક મલ્ટી રોલ માનવરહિત હવાઈ સિસ્ટમ (UAV) શામેલ છે.

પાકિસ્તાને કોઈ પુરાવા આપ્યા નથી

પાકિસ્તાની એર વાઈસ માર્શલે ભારતના 8 સૈન્ય વિમાનો તોડી પાડવાનો દાવો તો કર્યો પરંતુ તેના સમર્થનમાં એક પણ પુરાવો આપવો જરૂરી સમજ્યો નહીં. એટલું જ નહીં તેમણે વિમાનોની સંખ્યા પણ અગાઉના નિવેદનો કરતા વધારી દીધી છે. આ પહેલા પાકિસ્તાન સરકાર અને સેનાએ કહ્યું હતું કે તેમણે 6 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. એટલે કે બે ભારતીય વિમાનો પાકિસ્તાને કોઈપણ લડાઈ વિના ઘરે બેઠા જ તોડી પાડ્યા. પાકિસ્તાની સેનાના આ દાવાઓ પર તેની જ મજાક ઉડી રહી છે.