Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pakistan kept hitting in the dark, even Chinese satellites did not work! Former CDs Anil Chauhan's big disclosure on Operation Sindoor

VIDEO: પાકિસ્તાન અંધારામાં અથડાતું રહ્યું, ચીની સેટેલાઇટ પણ ન આવ્યા કામ! ઓપરેશન સિંદૂર પર પૂર્વ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીની સેટેલાઇટ સેવાઓ અંગે પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન પોતાના હુમલાઓના પરિણામો જાણવા માટે સંપૂર્ણપણે અંધારામાં ભટકી રહ્યું હતું અને પુરાવા એકત્રિત કરવા માટે તે ચીની સેટેલાઇટના સહારે હતું.

App Store

પૂર્વ CDS અનિલ ચૌહાણે જણાવ્યું કે, "અમેરિકાની ઘણી કંપનીઓ કોમર્શિયલ સેટેલાઇટ સેવાઓ પૂરી પાડે છે અને તેવી જ રીતે આજે ચીનની પણ ઘણી કંપનીઓ છે જે કોમર્શિયલ તસવીરો વેચે છે. મેં અગાઉ કહ્યું હતું તેમ પાકિસ્તાન સંપૂર્ણપણે અંધ હતું અને તેને પોતાના હુમલાઓના પરિણામોની કોઈ જાણ નહોતી."

તેમણે આગળ વિગત આપતાં જણાવ્યું કે, "૧૨ તારીખ સુધી પાકિસ્તાન પુરાવા મેળવવા માટે સેટેલાઇટ તસવીરો મેળવવા સતત હવાતિયાં મારી રહ્યું હતું જેથી તેઓ ટાર્ગેટ હિટ થયાનો કોઈ પુરાવો રજૂ કરી શકે. પરંતુ જ્યારે તેમને પરિણામ ન મળ્યું, ત્યારે તેમણે અન્ય ચીની સેટેલાઇટ્સનો પણ સંપર્ક કર્યો હતો. જોકે વાસ્તવિકતા એ છે કે તેઓ ટાર્ગેટ પર હુમલો કરવામાં સક્ષમ રહ્યા નહોતા. ચીનની કોમર્શિયલ સેટેલાઇટ તસવીરો બજારમાં કોઈ પણ ખરીદી શકે છે, એટલે કે તે માત્ર પાકિસ્તાન પૂરતી સીમિત નથી."