VIDEO: મુંબઈમાં વરસાદના 6 દિવસો દરમિયાન 1100થી વધુ વૃક્ષો ધરાશાઈ
સોર્સ : gstv
મુંબઈમાં ફૂંકાયેલા ભારે પવન અને વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે ૧ જુલાઈથી ૬ જુલાઈ સુધીમાં ૧,૧૦૦ વૃક્ષો પડી ગયા છે, જે પાછલા ત્રણ વર્ષના ચોમાસાના સમયગાળા દરમિયાન કરતાં વધુ છે. ૨૪ કલાકમાં જ ૫૨૩ વૃક્ષો ધરાશાયી થયા. આ અકસ્માતોમાં ૪ લોકોના મોત થયા છે અને ૧૦ ઈજાગ્રસ્ત થયા છે.બીએમસીના આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીની સંખ્યા ૨૦૨૫ના ૮૫૫, ૨૦૨૪ના ૬૫૩ અને ૨૦૨૩ના ૬૮૭ કરતાં ઘણી વધુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને જરૂરી હોય તો જ બહાર નીકળવાની અપીલ કરી છે

