VIDEO: દિલ્હીમાં H1N1નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટ્યું
દિલ્હી-NCR માં બદલાતા વાતાવરણ અને ભેજવાળા હવામાન વચ્ચે H1N1 અને શ્વાસ સંબંધિત અન્ય ઈન્ફેક્શનના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં H1N1ના 1777 કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 229 કેસોની સરખામણીએ આશરે 8 ગણા વધુ છે. ચોમાસાની સીઝનમાં શ્વાસ સંબંધિત વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હીની એક સરકારી હોસ્પિટલના વડા અને અન્ય ઘણા ડોક્ટરો પણ H1N1 વાઇરસથી સંક્રમિત થયા છે. હોસ્પિટલોમાં આવતા કેટલાક દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું લેવલ ઘટવાની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેના કારણે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અંગે ચિંતા ઊભી થઈ છે. જોકે, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

