VIDEO: નાલસારના વિદ્યાર્થીઓને અન્ય વિધાર્થીઓએ કર્યું સમર્થન: સીજેઆઈ અને બીસીઆઈ અધ્યક્ષની દીક્ષાંત સમારોહમાં હાજરીનો વિરોધ
સોર્સ : gstv
હૈદરાબાદની પ્રખ્યાત NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને હવે નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને એલ્યુમનાઈ તરફથી મોટો ટેકો મળ્યો છે. NLSIUના વિદ્યાર્થીઓએ આગામી દીક્ષાંત સમારોહમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાની ઉપસ્થિતિ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તાજેતરમાં જારી કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં, જેમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સહી કરી છે, તેમાં BCI દ્વારા NALSARના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ગેરકાયદેસર આદેશની આલોચના કરવામાં આવી છે. જોકે આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, છતાં વિદ્યાર્થીઓએ સત્તા સામે સત્ય બોલનાર NALSARના વિદ્યાર્થીઓની નૈતિક દૃઢતાને બિરદાવીને એકતા વ્યક્ત કરી છે.

