VIDEO: ઇન્દોરમાં ‘નમો ચા સેવા’નું આયોજન
સોર્સ : gstv
ઇન્દોરના રાજવાડા ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ‘નમો ચા સેવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ ભૂપેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે યોજનાઓના નામ અને તેના લાભોની માહિતી લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓ પાસેથી યોજનાઓ અંગેનો પ્રતિસાદ પણ લેવામાં આવી રહ્યો છે. રાજવાડા ખાતે ચાર કલાક સુધી સતત ચા સેવા સાથે સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે.

