Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Customer complaint of water leaking from LPG cylinder in Indore

VIDEO: ઇન્દોરમાં એલપીજી સિલિન્ડરમાંથી પાણી નીકળતા ગ્રાહકની ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી રાંધણ ગેસ સિલિન્ડરમાં ગંભીર ગેરરીતિની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ગ્રાહકે એલપીજી સિલિન્ડરમાં ગેસને બદલે પાણી ભરેલું હોવાની ફરિયાદ કરી હતી. પીડિત ગ્રાહક રાજેન્દ્ર સિંહ કારોલેએ આ બાબતે પુરાવા સાથે વિઝ્યુઅલ્સ રજૂ કરીને જિલ્લા ખાદ્ય વિભાગમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા ખાદ્ય અધિકારી મોહનલાલ મારુએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને સંબંધિત ગેસ એજન્સીને ગ્રાહકનો સિલિન્ડર તાકીદે બદલી આપવા તેમજ આ ક્ષતિ પાછળના કારણોનો અહેવાલ રજૂ કરવા કડક સૂચના આપી હતી. ખાદ્ય વિભાગે ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે ગેસ એજન્સીઓ પર દેખરેખ વધારવાની ખાતરી આપી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રાહકોની સુરક્ષા અને ગેસ એજન્સીઓની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે.

App Store