VIDEO: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષનો ભારે હંગામો, રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
સોર્સ : gstv
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના ભારે હંગામા અને શોરબકોરને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સદન શરૂ થતાં જ વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો અને નારેબાજી કરતા સદનના મધ્ય ભાગ (વેલ)માં આવી ગયા હતા. સભાપતિએ સાંસદોને શાંતિ જાળવવા અને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા અપીલ કરી હતી, પરંતુ હંગામો ચાલુ રહેતાં કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

