Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Opposition aggressive after Rahul Gandhi's detention

VIDEO: રાહુલ ગાંધીની અટકાયત બાદ વિપક્ષ આક્રમક

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં વડાપ્રધાન આવાસ સામે કોંગ્રેસ સાંસદ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં ધરણા પર બેઠા હતા. જોકે, ત્યાંથી રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી. ધરણા સ્થળ પરથી જે દ્રશ્યો સામે આવ્યાં જેમાં સુરક્ષાદળો અને વિપક્ષના નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળે છે. કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું,  આ અંત નથી. આ રાહુલ ગાંધીની આગેવાનીમાં એક નવી ક્રાંતિની શરૂઆત છે. તેઓ આપણને જેલમાં પૂરી શકે છે, લાઠીચાર્જ કરી શકે છે, અથવા આપણી સાથે ખરાબ વર્તન કરી શકે છે, પરંતુ મોદીજીએ ભારતના એ લાખો દીકરા-દીકરીઓને જવાબ આપવો પડશે જેમણે પોતાનું ભવિષ્ય ગુમાવ્યું છે અને પેપર લીકના કારણે પોતાના પરિવારની આશાઓ ખતમ થતી જોઈ છે. આ ક્રાંતિ હવે એક મોટી આગ બનશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં આને રોકી શકાશે નહીં.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News