VIDEO: બડગામમાં ઓપરેશન અશદર સફળ: લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની આતંકવાદી યાસીર ઠાર
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં ચાલી રહેલા ઓપરેશન અશદર દરમિયાન સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવતા એક આતંકવાદીને ઠાર કર્યો છે, જેની ઓળખ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક યાસીર તરીકે થઈ છે. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં એન્કાઉન્ટર દરમિયાન એક એકે રાઇફલ અને વિપુલ પ્રમાણમાં યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.

