બિન-કાશ્મીરીઓ પર ફરી આતંકી હુમલો, બડગામમાં આતંકીઓએ બે શ્રમિકોને મારી ગોળી

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓએ બિન સ્થાનિક લોકો પર આતંકી હુમલો કર્યો છે. આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. બીજી તરફ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
ઉત્તર પ્રદેશના સહનપુરના રહેવાસી ઉસ્માન મલિક (20) અને સુફિયા(25)ને ગોળી વાગી હતી. ઉસ્માનને જમણા હાથમાં અને સુફીયાનને જમણા પગમાં ગોળી વાગી હતી. પરિણામે બંને સારવાર માટે જેવીસી હોસ્પિટલ બેમિનામાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ભાજપને આંચકો, પ્રચંડ બહુમતથી જીતનારા દિગ્ગજ ધારાસભ્યનું નિધન
તાજેતરમાં ગાંદરબલમાં આતંકી હુમલામાં 7ના મોત થયા હતા
તમને જણાવી તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓએ બિન સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, જે શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.

