VIDEO: કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ભારતમાં એક દિવસીય રાષ્ટ્રીય શોક
સોર્સ : gstv
કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ભારતે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ભારત સરકારે તેમના માનમાં એક દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ અંતર્ગત દેશભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવ્યો છે. સંસદ ભવન અને રેલ ભવન સહિતની મુખ્ય ઇમારતો પરથી તિરંગો ઝૂકેલો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને ભારતના સાચા મિત્ર અને દીર્ઘદ્રષ્ટા નેતા ગણાવ્યા હતા. રાષ્ટ્રીય શોકના આ દિવસે દેશમાં કોઈ પણ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં.

