Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : On the pretext of a pre-wedding shoot, the fiancée along with her lover killed her fiancée

પૂણેમાં બની ઈંદોરની 'સોનમ' જેવી ઘટના! પ્રી-વેડિંગ શૂટના બહાને ફિયાન્સેએ પ્રેમી સાથે મળીને મંગેતરની કરી હત્યા

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
પૂણેમાં બની ઈંદોરની 'સોનમ' જેવી ઘટના! પ્રી-વેડિંગ શૂટના બહાને ફિયાન્સેએ પ્રેમી સાથે મળીને મંગેતરની કરી હત્યા
સોર્સ : GSTV

પુણેના પ્રખ્યાત લોહગઢ કિલ્લા (Lohagad Fort) પરથી પડી જવાથી 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના થયેલા મોતના મામલામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેને શરૂઆતમાં અકસ્માત ગણવામાં આવતો હતો, તે તેની મંગેતર દ્વારા ઘડવામાં આવેલું એક ભયાનક કાવતરું હોવાનું બહાર આવી રહ્યું છે. તપાસકર્તાઓ માની રહ્યા છે કે કેતન અગ્રવાલને વાસ્તવમાં તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ ખીણમાં ધક્કો મારી દીધો હતો.

App Store

પોલીસનું એવું પણ માનવું છે કે ૧૯ જૂનના રોજ થયેલું કેતનનું આ મોત, સિયા અને ચેતન દ્વારા તેને જીવથી મારી નાખવાનો બીજો પ્રયાસ હતો. આના પાંચ દિવસ પહેલા જ તેમણે આવી જ રીતે કેતનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. બંને પ્રસંગોએ તેઓ આ મોતને અકસ્માત તરીકે દર્શાવવા માંગતા હતા.

કેતન અગ્રવાલ તેની મંગેતર અને મિત્રો સાથે લોહગઢ કિલ્લાના પ્રવાસે ગયો હતો, જ્યાં કિલ્લા પરથી આશરે ૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આવતા મહિને આ કપલના લગ્ન થવાના હતા અને તે પહેલા સિયાનો જન્મદિવસ ઉજવવા માટે આખું ગ્રુપ કિલ્લા પર ગયું હતું.

પ્રાથમિક તપાસ મુજબ, સિયા ગોયલ ચેતન ચૌધરી નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. તે કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી, કારણ કે કેતનની પસંદગી તેના પરિવારે કરી હતી. પરિણામે, તેણે ચેતન સાથે મળીને કેતનની હત્યાનો પ્લાન બનાવ્યો, કારણ કે તે કેતનને પોતાના સંબંધોમાં આડખીલી માનતી હતી.

હત્યાનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો

૩૧ મેના રોજ કેતન અગ્રવાલ અને સિયા ગોયલ લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન જ સિયાના મગજમાં કેતનને મારનો વિચાર આવ્યો હતો.  

૧૪ જૂનના રોજ તેઓ કેતનને લોહગઢ લઈ ગયા હતા અને ત્યાં સાપ આવ્યો હોવાનો ડર બતાવીને તેને ખીણમાં ધકેલી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, કેતનને કોઈ શંકા ન ગઈ અને તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.

ત્યારબાદ, સિયાએ ફરીથી ૧૯ જૂનના રોજ લોહગઢ ટ્રેકિંગનો પ્લાન બનાવ્યો. આ વખતે ચેતન ચૌધરીને પાછળથી ગુપ્ત રીતે ત્યાં બોલાવવામાં આવ્યો અને કેતન અગ્રવાલને કિલ્લા પરથી નીચે ધક્કો મારી દેવામાં આવ્યો, જેથી તેનું મોત થઈ ગયું. પોલીસે જણાવ્યું કે તેમની તપાસમાં એ નિષ્કર્ષ નીકળ્યો છે કે આ કોઈ અકસ્માત નથી પરંતુ પૂર્વયોજિત હત્યા છે.

બાલી ટ્રીપ પણ કેન્સલ કરાવી હતી

કેતન અગ્રવાલના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે આ કપલ લગ્ન પહેલા બાલી (Bali) ફરવા જવાનું હતું. જોકે, મુસાફરીની તમામ તૈયારીઓ થઈ ગયા પછી, સિયાએ રસ્તામાં જ કેતનને કહ્યું કે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે, જેના કારણે તેમણે ટ્રીપ કેન્સલ કરવી પડી હતી.

પરિવારના સભ્યએ વધુમાં જણાવ્યું કે કેતને સિયાના જન્મદિવસની ઉજવણી માટે મહાબળેશ્વરના એક લક્ઝરી રિસોર્ટમાં આશરે ૪૦ રૂમ પણ બુક કરાવ્યા હતા. તે પહેલા સિયાએ લોહગઢમાં પ્રી-વેડિંગ ફોટોશૂટનું આયોજન કર્યું હતું. કેતનનું મોત અકસ્માત નહીં પણ હત્યા હતી તે જાણીને પરિવાર આઘાતમાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સિયાએ પોતે જ એક હોટેલના વોશરૂમમાં (જ્યાં તેઓ નાસ્તો કરવા રોકાયા હતા) પોતાનો પાસપોર્ટ ફાડીને ફેંકી દીધો હતો, જેથી બાલી જવાનો પ્લાન રદ થઈ જાય.

તપાસ કેવી રીતે બદલાઈ?

પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન અગ્રવાલની મંગેતર કેટલીક માહિતીઓ છુપાવી રહી હોવાનું જણાતા તપાસની દિશા બદલાઈ હતી. ત્યારબાદ પોલીસે તેના મોબાઈલ ફોનના રેકોર્ડ્સ, સોશિયલ મીડિયા એક્ટિવિટી અને અન્ય ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી હતી.

આ ઘટના કપલના લગ્નના થોડા દિવસો પહેલા જ બની હતી. ૧૯ જૂને સિયાનો જન્મદિવસ હતો અને કેતને તેમના લગ્ન પહેલા આ પ્રવાસને ખાસ બનાવવા માટે આયોજન કર્યું હતું. માહિતી મુજબ, કેતનનો પરિવાર જયપુરમાં એક આલીશાન પેલેસ બુક કરીને ભવ્ય લગ્નની તૈયારીઓ કરી રહ્યો હતો.

જ્યારે આ ઘટના પહેલીવાર સામે આવી ત્યારે પોલીસને લાગ્યું કે ખીણની કિનારે ફોટોગ્રાફ્સ લેતી વખતે કેતને પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. નીચે પડવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને શરૂઆતમાં આ કેસને અકસ્માતને કારણે થયેલા મોત (Accidental Death) તરીકે નોંધવામાં આવ્યો હતો. જોકે, પછીથી મળેલા પુરાવાઓને આધારે પોલીસને શંકા ગઈ અને આ મામલાને હત્યાની તપાસમાં બદલી દેવામાં આવ્યો.