Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : On the bank of the river, the uncle watched and the crocodile swallowed the nephew alive! The shocking incident of Bahraich

VIDEO: નદી કિનારે કાકા જોતા રહ્યા ને મગર ભત્રીજાને જીવતો ગળી ગયો! બહરાઇચની કાળજું કંપાવતી ઘટના

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. અહીં એક 12 વર્ષના માસૂમ બાળક સુનિલ પર મગરે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મગર બાળકને નદીના પાણીમાં ખેંચી ગયો અને તેને જીવતો ખાઈ ગયો.

App Store

કાકા નજર સામે જોતા રહ્યા પણ બચાવી ન શક્યા

આ દર્દનાક ઘટના બની ત્યારે સુનિલના કાકા વિજયરાજ સિંહ નદી કિનારે જ ઉભા હતા. મગરે અચાનક સુનિલને પોતાના મજબૂત જડબામાં પકડી લીધો અને પાણીમાં પછાડ્યો હતો. ત્યારબાદ તે માસૂમને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. વિજયરાજ સિંહ નદી કિનારે ઉભા-ઉભા લાચાર થઈને બૂમો પાડતા રહ્યા અને મદદ માટે આજીજી કરતા રહ્યા, પરંતુ તેઓ પોતાના ભત્રીજાને મગરના મોંમાંથી બચાવી શક્યા નહીં.

માતા-પિતાની છત્રછાયા પહેલા જ ગુમાવી ચૂક્યો હતો

મળતી માહિતી મુજબ, મૃતક બાળક સુનિલના માતા-પિતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું હતું. માતા-પિતા વગરના આ અનાથ બાળકના આકસ્મિક અને આવા ભયાનક અંતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે.