VIDEO: ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર: 6 જિલ્લાના 1,304 ગામ જળમગ્ન બન્યા, 2.77 લાખનું સ્થળાંતર
સોર્સ : gstv
ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. રાજ્યના ૬ જિલ્લાના ૬૬ બ્લોકના ૧ હજાર ૩૦૪ ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે કુલ 7 લાખ 85 હજાર લોકો પ્રભાવિત થયા છે....સૌથી વધુ મયુરભંજ, કેન્દુઝર અને બાલાસોર જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ગ્રામીણ વિસ્તારો ઉપરાંત ૧૦ શહેરી વિસ્તારોના ૬૪ વોર્ડમાં પણ પાણી ઘૂસી ગયા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરી ઝડપી બનાવીને અત્યાર સુધીમાં આશરે 2 લાખ 77 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

