VIDEO: હવે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના થશે મફત સારવાર! આ સરકારે લીધો મોટો નિર્ણય
દિલ્હી સરકાર દ્વારા જલ બોર્ડના પેન્શનરો માટે એક ઐતિહાસિક અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનર્સની મેડિકલ સારવારને ધ્યાનમાં રાખીને સરકારે કેશલેસ સારવાર સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી નિવૃત્ત કર્મચારીઓને હવે પોતાના ખિસ્સામાંથી નાણાં ચૂકવવાની જરૂર રહેશે નહીં. આ મહત્વપૂર્ણ પહેલ પર ઉત્સાહ વ્યક્ત કરતાં મેયર પરવેશ વાહીએ સરકારની સંવેદનશીલતા અને લોકકલ્યાણકારી અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યશૈલીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, અગાઉની સરકારોમાં આવા પાયાના પ્રશ્નો તરફ ધ્યાન અપાતું નહોતું, પરંતુ PM મોદીએ હંમેશાં કતારમાં ઉભેલા છેવાડાના માનવીની ચિંતા કરી છે.
મહિલાઓના સન્માન અને પાયાની જરૂરિયાતો પર ભાર
પરવેશ વાહીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ખુલ્લામાં શૌચમુક્તિ જેવા ગંભીર અને મહિલાઓના આત્મસન્માન સાથે જોડાયેલા મુદ્દાનો કાયમી ઉકેલ લાવ્યો છે. આજે દેશના દરેક ગામ, શહેર અને ગલીઓમાં મહિલાઓ સન્માનપૂર્વક જીવન જીવી રહી છે.
પેન્શનર્સને હવે સ્વાભિમાન સાથે સારવાર મળશે
આ જ સેવાની ભાવનાને આગળ ધપાવતાં દિલ્હી સરકારે મુખ્યમંત્રી, જળ મંત્રી અને જલ બોર્ડના ઉપાધ્યક્ષના માધ્યમથી પેન્શનર્સના હિતમાં મોટું પગલું ભર્યું છે. મેયરે જણાવ્યું કે, "જલ બોર્ડના પેન્શનરોને હવે તબીબી સારવાર માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવાની જરૂર નહીં પડે. કેશલેસ સુવિધા અમલમાં આવતાં તમામ વરિષ્ઠ નાગરિકો કોઈપણ આર્થિક ચિંતા વિના આત્મસન્માન સાથે આરોગ્ય સેવાઓ મેળવી શકશે."
આ સંવેદનશીલ નિર્ણય બદલ તેમણે સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને આશા દર્શાવી હતી કે આ પગલાથી સેંકડો પરિવારોને આર્થિક અને માનસિક મોટી રાહત મળશે.

